ચૂંટાયા વગર વડાપ્રધાન બને તે માત્ર ‘જી હજૂરી’ જ કરી શકે

Posted on 30 April 2009 by Narendramodi.tv

કમજોર વડાપ્રધાનના મુદ્દે બોલતા મોદીએ કહ્યું કે વડાપ્રધાન શકિતશાળી હોવા જોઇએ. ચૂંટાયા વગર રાજયસભામાંથી આવતા મનમોહનસિંઘ જેવા વડાપ્રધાન માત્ર ડાયનેસ્ટી(જી હજૂરી)ની જ તાકાત જાણે છે, જયારે લોકોમાંથી ચૂંટાઈને આવતા વડાપ્રધાન લોકશાહીની તાકાત જાણે છે.

દેશની સંપત્તિ પર મુસલમાનોનો પહેલો અધિકાર છે તેવું કહી કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરે છે પણ દેશની સંપત્તિ પર ગરીબોનો પહેલો અધિકાર છે, તેવુ ભાજપનું માનવું છે. આ ફરક મતબેંકની રાજનીતિ અને વિકાસની રાજનીતિ વરચેનો છે.

મોદીના સોનિયા, મનમોહન અને કોંગ્રેસ પરના આરોપો

- વાજપેયીની સરકાર કરતાં ચારગણી મોંઘવારી વધારી
- દેશની તિજોરીમાંથી ૫૦ હજાર કરોડ કયાં ગયા તેનો કોંગ્રેસ હિસાબ આપે
- વડાપ્રધાન મનમોહનસિંઘનું મુંબઈ હુમલો, નકસલવાદ કે બિહારના પૂરથી દિલ નહીં દુખ્યું પણ અમેરિકા સાથેની સંધિમાં વિક્ષેપ પડયો ત્યારે દુ:ખ થયું
- કાળું ધન લાવવાની વાતથી ફફડી ઊઠેલી કોંગ્રેસની દાળમાં જ કંઈ કાળું છે

ગરીબોની થાળીમાંથી રૂપિયો મારી લેવાનું કોંગ્રેસનું કામ

મોદીએ પુણાની ચૂંટણીસભામાં કહ્યું કે દેશના લોકો કારમી મોંઘવારીમાં પીસાઈ રહ્યાં છે પણ સોનિયા મોંઘવારીનો ‘મ’ પણ નથી બોલી રહ્યાં. માત્ર અડવાણી અને મોદી સામે સવાર-સાંજ બોલવાનું કામ કરી રહ્યાં છે. ત્રણ રૂપિયે કિલો અનાજ આપવાનું વચન આપી કોંગ્રેસ લોકોને મૂર્ખ બનાવી રહી છે.

ગરીબોની શું હાલત છે, તેની કોંગ્રેસની સરકારને બિલકુલ ખબર જ નથી. ગરીબોની થાળીમાંથી મારી ખાવાનું કામ કરતી કોંગ્રેસને આખો દેશ ઓળખી નથી શકયો, તેવો આરોપ તેમણે કોંગ્રેસ પર લગાવ્યો હતો.

ચૂંટાયા વગર વડાપ્રધાન બને તે માત્ર ‘જી હજૂરી’ જ કરી શકે

કમજોર વડાપ્રધાનના મુદ્દે બોલતા મોદીએ કહ્યું કે વડાપ્રધાન શકિતશાળી હોવા જોઇએ. ચૂંટાયા વગર રાજયસભામાંથી આવતા મનમોહનસિંઘ જેવા વડાપ્રધાન માત્ર ડાયનેસ્ટી(જી હજૂરી)ની જ તાકાત જાણે છે, જયારે લોકોમાંથી ચૂંટાઈને આવતા વડાપ્રધાન લોકશાહીની તાકાત જાણે છે.

દેશની સંપત્તિ પર મુસલમાનોનો પહેલો અધિકાર છે તેવું કહી કોંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરે છે પણ દેશની સંપત્તિ પર ગરીબોનો પહેલો અધિકાર છે, તેવુ ભાજપનું માનવું છે. આ ફરક મતબેંકની રાજનીતિ અને વિકાસની રાજનીતિ વરચેનો છે.

ગાંધી પરિવાર મારી પાછળ પડી ગયો છે

મનમોહન સિંહ સામે અડવાણીએ એકવાર ટીકા શું કરી તેમને ખોટું લાગી ગયું. ત્યાર પછી સોનિયા અને આખા ગાંધી પરિવારે અમારી ટીકા સિવાય બીજું કોઈ કામ જ નથી કર્યું. મંદી, મોંઘવારી અને બેરોજગારીના મુદ્દે બોલવાને બદલે સવાર પડીને આખો પરિવાર મારી પાછળ પડવાનું જ કામ કરી રહ્યો છે, તેવું ઉરચારી મોદીએ ગાંધી પરિવારની આલોચના કરી હતી.

મોદીએ તેમના સવા કલાક જેટલા લાંબા સંબોધનમાં કોંગ્રેસનો ત્રણ રૂપિયે કિલો ઘઉ આપવાનો ઢંઢેરો, કેન્દ્રની તિજોરીમાંથી પચાસ હજાર રૂપિયાની ઘાલમેલ, વોટબેંકનું રાજકારણ, નબળા વડાપ્રધાન જેવા મુદ્દાઓ પર કોંગ્રેસની ઝાટકણી કાઢી કોંગ્રેસ પર એવો આક્ષેપ કર્યોહતો કે કોંગ્રેસે ૬૦ વર્ષમાં દેશને ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સિવાય કંઈ આપ્યું જ નથી. તેમની આ સભા યોજી ભાજપે સુરત, નવસારી અને બારડોલી એમ ત્રણેય બેઠકના પ્રચારને સાંકળી લેવાનો પ્રયાસ કર્યો હતો.

Leave a Reply

You must be logged in to post a comment.

Advertise Here

Photos from our Flickr stream

See all photos

Advertise Here

Archives