હરિયાણા અને રાજસ્થાનમાં એક દિવસમાં નરેન્દ્ર મોદીની સાત સભાઓ

Posted on 07 May 2009 by Narendramodi.tv

હરિયાણાની સભાઓને સંબોધતા ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્ર મોદી કહયુ હતું કે, ડો.મનમોહનસિંહ તો પોતે શીખ છે તેથી ભારતીય કુળના શીખો ઉપર તાલિબાનની રંજાડથી તેમનું લોહી ઊકળી ઊઠવું જોઇએ અને સવિશેષ જવાબદારી લઇને આ મુદ્દે વિશ્વમત જગાવવો જોઇએ. હરિયાણામાં અંબાલા, સોનિપત અને કુરુક્ષેત્ર તથા રાજસ્થાનમાં આહૌરે, ફૂલેરા અને બિકાનેરમાં આગઓકતી ગરમીમાં પણ ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીને સાંભળવા મહિલાઓ અને યુવાનો મોટી સંખ્યામાં એકત્ર થયા હતા. મુખ્યમંત્રીએ આ સભાઓના સંબોધનમાં કહ્યું હતું કે, કોંગ્રેસની આળપંપાળ, તુષ્ટિકરણની રાજનીતિએ દેશમાં આતંકવાદ વિસ્તાર્યો છે. આ વોટબેંકનું રાજકારણ ખતમ થશે તો જ આતંકવાદને જળમૂળમાંખી નાથી શકાશે. આતંકવાદને ડામવા તેની જ ભાષામાં જવાબ નહિ આપીએ તો ભારતની દશા પણ પાકિસ્તાન જેવી થશે. મોદીએ વડાપ્રધાન મનમોહનસિંહની નબળી માનસિકતા ઉપર પ્રહાર કરતાં કહ્યું હતું કે, દેશની આર્િથક રાજધાની મુંબઇ ઉપર આતંકવાદી હુમલો થાય ત્યારે અમેરિકા પાસે દોડી જનાર વડાપ્રધાન આતંકવાદીને શું જવાબ આપશે તેવો વેધક સવાલ ઉઠાવ્યો હતો.

Leave a Reply

You must be logged in to post a comment.

Advertise Here

Photos from our Flickr stream

See all photos

Advertise Here

Archives