પંજાબના લુધીયાણામા આજે એનડીએ ની મહારેલી યોજાઈ હતી અને ભાજપના 9 મુખ્યમંત્રી એ તેમા હાજરી આપી હતી અને ગુજરાતના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી એ આજે આ સભા મા કહયુ હતુ કે ગુજરાત અને પંજાબને તો લોહીનો સમ્બન્ધ છે અને હુ પંજાબમા જયારે પણ આવ્યો છુ મને ગુજરાતમા હોવ તેવુજ લાગે છે ગુજરાત અને પંજાબમા ફરક નથી અને તેઓએ એ પણ યાદ કરાવ્યુ હતુ કે કટોકટી પહેલા દીલ્લીમા જયપ્રકાશ નારાયણના નેત્રુત્વમા આવીજ એક રેલી યોજાઈ હતી અને જેણે કોંગ્રેસ ને ઉખાડીને ફેકી દીધી હતી અને આજે લુધીયાણાની ધરતી પર ઈતીહાસ ફરી વાર રચાઈ રહ્યો છે આજે જયપ્રકાશ નારાયણજી, લોહીયાજી, પંડીતજી નથી પણ તેઓના આશીર્વાદ આપણી સાથે છે અને આજે આ રેલી થી અડવાણીજીના નેત્રુત્વમા ફરી વાર કોંગ્રેસને ફેકી દેવાની સરૂઆત થઈ ચુકી છે
આ રેલીમા નરેન્દ્ર મોદીને પહોચવામા મોડુ થયુ હતુ અને સેકયુલર ટીવી ચેનલોએ આ માટેના સમાચારોની અને ભાગદોડ ચાલુ કરી દીધી હતી પણ નરેન્દ્ર મોદીએ તેઓને આ તક આપી ના હતી અને તેઓ આ રેલીમા શામેલ થઈ ગયા હતા
આજની આ સભામા નરેન્દ્ર મોદી એ કોંગ્રેસ ના શાસન વીષે જણાવ્યુ હતુ કે કોંગ્રેસના રાજમા લોકોને લાઈનમા રાખવાની એક પદ્ધતી બની ગઈ છે કોંગ્રેસના રાજમા લોકોને રાશન લેવુ છે તો લાઈન લગાવો, ગેસ કનેકશન જોઈએ છે લાઈન લગાવો, સ્કુલમા એડમીશન જોઈએ છે લાઈન લગાવો, અને આ માટેજ કોંગ્રેસના મહાસચીવ કહે છે કે અફસલ ગુરૂ ફાસીની લાઈન મા જ છે જ્યારે તેનો વારો આવશે ત્યારેજ તેને ફાસી આપવામા આવશે આવુ રાજ દુનીયામા એકમાત્ર કોંગ્રેસ જ કરી શકે કે ફાસી માટે પણ જેમા લાઈન હોય. અને આ જ આપણા દેશ માટે એક કમભાગ્ય છે.




