
એઆઇડીએમકેનાં સુપ્રીમો જયલલીતાને મનાવવા મોદીને જવાબદારી સોંપાઈ
મુખ્યમંત્રીને દેશભરમાં ભાજપ માટે પ્રચારની જવાબદારી સોંપ્યા બાદ હવે તેમને રાષ્ટ્રીય રાજકારણમાં સક્રિય ઉપયોગ કરવાના હેતુથી આજે રાષ્ટ્રીય પ્રમુખ રાજનાથસિંહના નિવાસસ્થાને મળેલી પક્ષની મહત્ત્વની બેઠકમાં હાજરી આપવા ખાસ આમંત્રણ અપાયું હતું. મોદી માટે હવે ગુજરાતનું પ્લેટફોર્મ નાનું બની રહ્યું છે અને આજે નહીં તો કાલે તેઓ રાષ્ટ્રીય રાજકારણમાં યોગદાન આપનાર હોવાથી આ તેમના માટે મહત્ત્વની જવાબદારી બની છે. ખાસ કરીને મોદીના ઘનિષ્ઠ એવા તામિલનાડુના એઆઇએડીએમકેના સુપ્રીમો જય લલિતા સાથે વાટાઘાટો કરીને તેમને એનડીએના ઘટકમાં પાછા લાવવાની જવાબદારી સોંપવામાં આવી છે. ૨૦૦૨માં જય લલિતા મોદીની શપથવિધિ વખતે મદ્રાસથી ખાસ બુકે લઇને આવ્યા હતા. જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં મોદી પણ ત્યાં પ્રચાર માટે ગયા હતા. હાલ જય લલિતા કોંગ્રેસના નેતૃત્વવાળા યુપીએ સાથે હોવાના સંકેતો છે પરંતુ તેમના પક્ષને સારી બેઠકો મળવાના અણસાર આવી જતાં પક્ષે મોદીના આ સંબંધોનો ઉપયોગ કરવાની જવાબદારી સોંપી છે.




