રાહુલ ગાંધીની સુરતની સરસ વાતો

Posted on 05 April 2009 by Narendramodi.tv

rahul gandhi

rahul gandhi


કોંગ્રેસના ચૂંટણી પ્રચારની શરૂઆત એની ઓફિસે થયેલા તોડફોડ શોથી થઈ અને પહેલા તબક્કાની ચૂંટણીના પ્રચારનો અંત રોડ શોથી થયો.રવિવારે સુરતમાં રાહુલ ગાંધીએ બે ચીજો બહુ જોર આપીને કહી. એક તો એ કે ગુજરાત મૂડીરોકાણની દ્રષ્ટિએ આંધ્ર, કર્ણાટક, દિલ્હી અને મહારાષ્ટ્રથી પાછળ છે. અને બીજી વાત રાહુલ બાબાએ એમ કહી કે સાક્ષરતામાં પાછળ છે.

તો રાહુલ બાબાને કહેવાનુ કે તેમની પાસે ગુજરાત બીજા રાજ્યોથી મૂડીરોકાણમાં પાછળ છે એવું કહેવાનો આધાર કયો છે? રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા તો નરેન્દ્રભાઈના પિતાશ્રી દામોદરદાસ મોદી સ્થાપીને ગયા ન હતા. કેન્દ્રની કોંગ્રેસ સરકાર હેઠળના નાણા મંત્રાલય તળે કામ કરતી રિઝર્વ બેંકે ચાલુ વર્ષે જ એના રિપોર્ટમાં ગુજરાતને મૂડીરોકાણની દ્રષ્ટિએ નંબર એક રાજ્ય કહ્યું છે. ગુજરાત જેટલુ મૂડીરોકાણ નંબર બે અને નંબર ત્રણના રાજ્યોમાં કુલ મળીને નથી થયું. રાહુલ ગાંધીને જો રિઝર્વ બેંકમાં વિશ્વાસ ન પડતો હોય તો તેમણે ભારતની કરન્સી વાપરવાથી દૂર રહેવુ જોઈએ કારણકે કરન્સી એટલેકે ચલણી નાણુ પણ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની ઓથોરિટીથી ચાલે છે.

હવે રાહુલ ગાંધીની બીજી વાત, કે ગુજરાતમાં નિરક્ષરોની સંખ્યા બહુ મોટી છે. તો આનો જવાબ રવિવારે જ પાટડીની જાહેર સભામાં નરેન્દ્ર મોદીએ આપ્યો. નરેન્દ્રભાઈએ આ જાહેર સભામાં લોકોને પૂછ્યુ કે ભાઈઓ હું પાંચ વર્ષથી શાસનમાં આવ્યો છું અને અગાઉના વર્ષો કોંગ્રેસે શાસન કર્યું છે. હવે તમારા ગામમાં કોઈ સાહીઠ વર્ષના ભાઈને કે ચાલીસ વર્ષના બહેનને લખતા વાંચતા ન આવડતુ હોય, નિરક્ષર હોય તો શું એ માટે હું જવાબદાર છું? શું એના માટે હું જવાબદાર છું? ના ના તમે કહો કે હું જવાબદાર છું? અરે એ સાહીઠ વર્ષના ભાઈને જ્યારે સ્કૂલે લઈ જવાના હતા ત્યારે હું તો જનમ્યો પણ ન હતો. આ નિરક્ષરતા કોંગ્રેસ વાળાનું પાપ છે ને એ મારા માથે ઢોળે છે. આ કોંગ્રેસીયાઓએ જ્યારે જે કરવાનુ હતુ એ કર્યું નહીં. મારો તો પાંચ વર્ષનો સમય આ કોંગ્રેસે ૪૫ વર્ષમાં જે ખાડા કર્યા હતા એ પૂરવામાં જ ગયો છે ભાઈઓ.

Get the Flash Player to see this player.

http://www.khabarilal.com/?p=86#more-86

Leave a Reply

You must be logged in to post a comment.

Advertise Here

Photos from our Flickr stream

See all photos

Advertise Here

Archives