
IBN 7 પર આપણા “કોમન મેન” શ્રી નરેન્દ્રભાઇ મોદી એ આપેલું નિવેદન સાંભળવા જેવુ હતું. IBN ના રીપોટરે તેમને પુછયું કે, આ હુમલા પછી આપણે(સરકારે)શું પગલા લેવા જોઇ એ ?તો તેમણે ખુબ સુંદર જવાબ આપ્યો કે, અમેરીકા એ ૯/૧૧ પછી એવું તે શું કર્યુ જેથી તેમના ત્યાં એક પણ આતંકવાદી હુમલા નથી થયાં, આપણે પણ કંઇ એવું જ કરવું
જોઇએ.
અને ખરેખર, દરેક “કોમન મેન” એવું જ વિચાર તો હશે.કે આપણે પણ તેમની(અમેરીકા) જેમ આતંકવાદ નો ખુરદો બોલાવા માટે, હુમલો જ કરવો જોઇએ, ક્યાં સુઘી, આપણા દેશ માં આવી રીતે નિર્દોષ લોકો, જાન ગુમાવતા રહેશે. એક જ વાર માં આર યા પાર ની લડાઇ લડી લેવા માં મજા છે.જેવી અમેરીકા એ લડી.સાચે તો આપણા નેતા ઓ માં જ રામ નથી, મને તો લાગે છે સિવાય, મોદી બીજા નેતા તો પાકીસ્તાન નું નામ લેતા પણ ડરે છે,જયારે, હોય ત્યારે પડોશી દેશ માં થી આમ ને પડોશી દેશ માં થી તેમ.
આ તો આપણે આવું વિચારી એ છીએ, બાકી કોંગ્રેસ ને ચુંટણી આવે છે, અને સત્તા માં ટકી રહેવા ની ચિંતા છે,અને ભાજપ તથા બીજા પક્ષો ને ચુંટણી જીતવા માટે, હવે કેવી રીતે કોંગ્રેસ ની મેથી મારી એ તેની રણ નીતી બનાવતા હશે. થોડા દીવસ સુધી આ ચાલશે, અને બધા ભુલી જશે. અને પછી પાછા, વરસ પછી આ જ હાલત થશે, ફરી થી કોઇ ભારત ને આંગળી કરવા આવશે, અને પાછી આ જ રામાયણ. બીચારા નિર્દોષ જે મારયા ગયા, તેમને કોઇ યાદ પણ નહી કરે, કારણ કે, ત્યારે બીજા કોઇ નિર્દોષ મારયા જશે.
ભગવાન જ બચાવે, ભારત ને આતંકવાદી ઓ થી અને આ ઘરડા,મતલબી,લાલચી,નેતા ઓ થી. (આ સિવાય ઘણું બધું લખી શકાય, પણ ગાળો મારે બ્લોગ પર નથી લખવી- મન માં મે દિધિ છે)
ક્યારેક તો દેશ નું વિચારો ……….
ભગવાન થોડા શ્રી નરેન્દ્રભાઇ મોદી જેવા નેતા પણ બનાવો.
Get the Flash Player to see this player.
http://malji.wordpress.com




